નવી દિલ્લીઃ નેહા પેંડસે(Nehha Pendse) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે તેણે પોતાનો એક એવો બોલ્ડ ફોટો શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. નેહાએ અરીસા સામે ખૂબ જ હોટ સેલ્ફી લીધી છે. પ્રખ્યાત ટીવી અભિનેત્રી નેહા પેંડસે(Nehha Pendse)એ ઘણા શોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. આ દિવસોમાં તે 'ભાબીજી ઘર પર હૈં'(Bhabiji Ghar Par Hain)માં અનિતા ભાભીનું પાત્ર ભજવી રહી છે જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. નેહા પેંડસે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હવે તેણે પોતાનો એક એવો બોલ્ડ ફોટો શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
બ્લૂ મોનોકિનીમાં આપ્યો કિલર પોઝ-
ફોટામાં નેહા પેંડસે(Nehha Pendse) બ્લુ મોનોકિનીમાં જોવા મળી રહી છે. તેની બોલ્ડ સ્ટાઈલ ચાહકો ઉડીને આંખે વળગે છે. નેહા પેંડસે(Nehha Pendse)એ અરીસા સામે બેસીને એવી હોટ સેલ્ફી લીધી છે, જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. આ ફોટોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આ ફોટો શેર કરતા નેહાએ કેપ્શનમાં લખ્યું, તમને ફરીથી મળવાની રાહ નથી જોઈ શકતી. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં નેહાના ખૂબ વખાણ કરી રહ્યા છે.
બોલ્ડનેશ અવતારના યુઝર્સે વખાણ કર્યા-
નેહાની પોસ્ટ પર એક ચાહકે કોમેન્ટ કરી, ખૂબ જ હોટ. બીજાએ લખ્યું, હંમેશની જેમ અદભૂત. અન્યએ લખ્યું, હોટ લુક ભાભીજી. તો ઘણા યુઝર્સે કોમેન્ટમાં હાર્ટ અને ફાયર ઇમોજી પણ શેર કર્યા છે. ફોટામાં નેહાની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે. મહત્વનું છે કે અગાઉ સૌમ્યા ટંડને 'ભાબીજી ઘર પર હૈં'(Bhabiji Ghar Par Hain)માં અનિતા ભાભીની ભૂમિકા ભજવી હતી. પરંતુ ઓગસ્ટ 2020માં તેણે આ શોને અલવિદા કહી દીધું, ત્યાર બાદ તેની જગ્યાએ નેહા પેંડસેએ તેને લીધો.
ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે અદાકારાનો ઝલવો-
મહત્વનું છે કે નેહા પેંડસે (Nehha Pendse) 'ભાબીજી ઘર પર હૈ' પહેલા ઘણા શો અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. નેહા પેંડસેને હાલમાં જ મરાઠી ફિલ્મ 'જૂન'માં તેના સશક્ત અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય તેણે પોતાની એક નવી રેસ્ટોરન્ટ પણ શરૂ કરી છે. નેહાએ જણાવ્યું કે તે ભવિષ્યમાં સ્ટાર્ટ અપ અને અન્ય બિઝનેસમાં પણ પગ મૂકવાનું વિચારી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે